સોમવાર, 13 જૂન, 2011

મહેનતનું ફળ

લેખિકા :
પદમાણી મિતલ આર. (ધોરણ ૮)
શ્રી ઝુંડાળા પ્રાથમિક શાળા 


                            એક હોસ્ટેલ હતી. તે હોસ્ટેલમાં ૮ થી ૧૨ ધોરણ હતા. આ વાત દસમાં ધોરણની છે. દસમું ધોરણ હજી શરુ જ થયું હતું. દસમાં ધોરણમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી હતી. આ સંખ્યામાં બે વિદ્યાર્થી હતા. એકનું નામ અભય અને બીજા નું નામ વિવેક. આ બંને વિદ્યાર્થી એકદમ અલગ હતા.
                             અભય ખુબ હોશિયાર હતો. તે શાંત વિદ્યાર્થી હતો. તે ખોટા રૂપિયા ન બગડતો અને પૈસા પણ ન ઉડાવતો. ખુબ મોજશોખ પણ ન કરતો. તેને સરદાર પટેલ અને ઝવેરચંદ મેઘાણી ખુબ પસંદ હતા. તે દરરોજ અમુક સમય આ બંનેના પુસ્તકો વાંચતો અને તેમાંથી કંઈક ને કંઈક પ્રેરણા લેતો. જયારે વિવેક તેનાથી સાવ અલગ હતો. તે દર વખતે નાપાસ થતો હતો. તેમના માતા-પિતા પૈસાદાર હોવાથી તે પૈસાની લાગવગ કરી તેને પાસ કરતા. તે ખુબ પૈસા ઉડાવતો હતો. તે આખો દિવસ મોજ શોખ કરતો, વાંચતો નહિ. વિવેકના નામ જેવા તેના ગુણ  હતા નહિ. તે કોઈપણ ને અપશબ્દો કહેતો હતો. તે દરરોજ અભયની મશ્કરી કરતો પરંતુ અભય કઈ બોલતો નહિ અને શાંતિથી ચાલ્યો જતો. આમ એક મહિનો વીતી ગયો.
                           એક દિવસ વિવેક અભય સાથે શરત નાખી. અભયે પણ ના ન પાડી. શરત એવી હતી કે એક દિવસ માટે તે બંને પોતાનો સ્વભાવ બદલશે. વિવેક અભય જેવો બનશે અને અભય વિવેક જેવો બનશે. અભય માટે તો આ શરત સહેલી હતી. તેમને આખો દિવસ મોજશોખ કરી પૈસા ઉડાવ્યા અને બીજા લોકો ને અપશબ્દો કહ્યા.
                            વિવેકનો આખો દિવસ ખુબ મુશ્કેલ રહ્યો. વિવેક જેમ અભયની મશ્કરી કરતો હતો તેમ અભયે પણ આજે વિવેકની મશ્કરી કરી. ત્યારે વિવેકને ખુબ ગુસ્સો આવ્યો. આખો દિવસ મોજશોખ વગર અને પૈસા ઉડાવ્યા વગર તેને મજા ન આવી.
                           બીજા દિવસે વિવેકને ખબર પડી કે અભયની જેમ કેમ બનાય છે? મારી જેમ તો મોજશોખ તો બધા કરી સકેછે. જયારે આપણી મશ્કરી કોઈ કરે અને ત્યારે આપણે શાંત કેમ રહી શકીએ?
                           તે દિવસે જ વિવેકે અભય પાસે માફી માંગી પછી વિવેકે ખુબ મહેનત કરી. છ મહિના થયા ત્યાં તો અભય અને વિવેક સારા દોસ્ત બની ગયા.
                          આ મહેનત વિવેકે ચાલુ રાખી. તેમને ઘણા પુસ્તકો પણ વાચ્યા. તેમાંથી તેણે પ્રેરણા પણ લીધી. કહે છે ને કે મહેનતના ફળ મીઠા હોય છે. તેમ વિવેકને પણ તેની મહેનતનું ફળ મળ્યું. તે દસમાં માં સારા ટકાએ પાસ થયો.
                          તે જ્યાં સુધી ભણ્યો ત્યાં સુધી તેણે ન અભયનો, ન પુસ્તકોનો કે ન અભયની વાતોનો હાથ ન છોડ્યો. તે મોટો થઇ એક મોટો વકીલ બન્યો. તેમના માતા-પિતા ને પણ આ વાતની ખુબ ખુશી થઇ.