રવિવાર, 21 ઑગસ્ટ, 2011

સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ


સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ,
રૂપાનાં કડલાં ચાર,
વા’લો મારો હીંચે હિંડોળે.... આંબાની ડાળ o
 બાંયે બાજુબંધ બેરખા રે આંબાની ડાળ (2)
કિનખાબી સુરવાલ,
વા’લો મારો હીંચે હિંડોળે.... આંબાની ડાળ o
 ચડવા તે ઘોડલા હંસલા રે, આંબાની ડાળ (2)
પિતળીયા પલાણ,
વા’લો મારો હીંચે હિંડોળે.... આંબાની ડાળ o
 પગે રાઠોડી મોજડી રે, આંબાની ડાળ (2)
ચાલે ચટકતી ચાલ,
વા’લો મારો હીંચે હિંડોળે.... આંબાની ડાળ o
 માથે મેવાડી મોળિયાં, આંબાની ડાળ (2)
દશે આંગળીએ વેઢ,
વા’લો મારો હીંચે હિંડોળે.... આંબાની ડાળ o