મંગળવાર, 23 ઑગસ્ટ, 2011

અંબામાના ઉંચા મંદિર નીચા બોલ


અંબામાના ઉંચા મંદિર નીચા બોલ,
              જરૂખે દીવા બળે રે લોલ.
અંબામાના ગોખ ગબ્બર અણમોલ કે,
              શિખરે શોભા ઘણી રે લોલ.
આવી આવી નવરાત્રી રાતે ને,
              બાળકો રાસ રમે રે લોલ.
અંબામા ગરબે રમવા આવો કે
              બાળુડા તારા વિનવે રે લોલ.
અંબેમાના શોભે શણગાર કે,
              પગલે કંકુ ઝરે રે લોલ.
રાંદલમા રાસ રમવા આવો કે,
              આંખની અમી ઝરે રે લોલ.
બહુચર ગરબે રમવા આવ રે,
              મુખડે ફૂલડાં ઝરે રે લોલ.
મા તારું અનુપમ તેજને,
              જોઈ મારી આંખ ઠરે રે લોલ.
ગરબો બાળ તારો ગવરાવે કે,
              મસ્તાન તારા પાયે પડે રે લોલ.