શનિવાર, 20 ઑગસ્ટ, 2011

રોઈ રોઈ કોને સંભળાવું

રોઈ રોઈ કોને સંભળાવું રે ? જેસલજી  કે છે.
આવા દુઃખ કોને સંભળાવું રે ? જાડેજો કે છે.
રુદિયો રુએ ને માંયલો ભીતર જલે. (2)

અમે હતા તોળી રાણી ! ખારી વેલ તુંબડા.
તમ આવ્યે મીઠડા હોય રે જાડેજો કે છે.
મારો રુદિયો o

અમે તો હતા તોળી રાણી ઊંડે જલ બેડલા,
તમે રે ઉતારો ભવપાર જાડેજો કે છે.
મારો રુદિયો o