ગુરુવાર, 18 ઑગસ્ટ, 2011

રણુજાવાળો મારા કાળજાની કોર

રણુજાવાળો મારા કાળજાની કોર, પોકરણવાળો મારા કાળજાની કોર.
લીલી ધજાને માથે બોલે જીણા મોર, બોલે જીણા મોર.

હે સોનાનું પારણુંને હિરલાની દોર, (2)
રામદે વિરમદે,વિરલાની જોડ. (2)

હે બેની સગુણાની વારે પીર જાય, (2)
મુવેલો ભાણેજ,સજીવન થાય. (2)

રાણી નેતલને પીર પરણવાને જાય (2)
માતા મીણલદે,હૈયા હરખાય. (2)

હે હરિના ચરણે ભાટી હરજી ગુણ ગાય (2)
પીરજીના ચરણે મારો,વાસ થઇ જાય. (2)

હે રણુજાની જાત્રાએ જે કોઈ જાય, (2)
ભવના દુખડા ભાંગી જાય (2)

રણુજાવાળો મારા કાળજાની કોર, પોકરણવાળો મારા કાળજાની કોર.
લીલી ધજાને માથે બોલે જીણા મોર, બોલે જીણા મોર.