શનિવાર, 20 ઑગસ્ટ, 2011

માળા રે જપીલે રાધે શ્યામની

તારી એક એક પળ જાય લાખની
તું તો માળા રે જપીલે રાધે શ્યામની

ખાલી ખાલી આવ્યા ખાલી જાશું
સાથે શું લાવ્યા ? લઇ જાશું ?
જીવન ધન્ય બનાવો ભક્તિ ભાવથી
તું તો માળા o

ભક્તિ ખાંડા કેરી ધાર, નથી ઊંઘણશીનું કામ,
તમે મેલીને આવો ચિંતા આખા ગામની,
તું તો માળા o

રાજા રંગીલા રણછોડ મારા ચિતડાનો ચોર
મેં તો નીરખી રહી છબી રાધે શ્યામની
તું તો માળા o

મનમાં લાગી તાલાવેલી, આંખે આંસુડાની હેલી
મને લગની લાગી છે મારા શ્યામની 
તું તો માળા o