સોમવાર, 22 ઑગસ્ટ, 2011

મારી માતા ની તોલે કોઈ ના’વે

માફ કરજો પણ ગીત બે ભાગમાં રેકોર્ડ કરેલું છે.





આ કળજુગમાં ઓરમાન માતા જુઓ રામને રાજ તજાવે, (2)
પાંચ વરસના બાળક ધ્રુવને,(2)  કડવા વેણ સંભળાવે

જગતમાં જનમ દેનારી રે મારી માતા ની તોલે કોઈ ના’વે
માને તોલે કોઈ નાં’વે બીજી લુખ્ખા લાડ લડાવે.
–જગતમાંo
હોટેલ ને લોજમાં હવે તો બાપ રે બીલ મોકલાવે (2)
માતા કાળી મજુરી કરીને (2) મને ખોળામાં બેસાડી ખવરાવે.
–જગતમાંo
મોટર,બસ ને બલુનમાં પણ પ્રથમ પૈસા પડાવે (2)
પણ કેડમાં બેસાડી માતા મોરી (2)આ સૃષ્ટિની સફર કરાવે.
-જગતમાંo
સિનેમા પણ મહાશેતાની ભાઈ ખિસ્સા ખાલી કરાવે (2)
પણ ગાંડીઘેલી માતા મોરી (2) ગીત મધુરા ગાવે.
-જગતમાંo
મન મારું માને દર્શન કરવા, નિત નવા ભોગ ધરાવે (2)
પણ પૈસા વિનાનો પ્રસાદ માગુ તો,(2) મને ધક્કા મારીને ધમકાવે.
-જગતમાંo
કાયમી સીતા અને રામાયણના સેવાના પાઠ સંભળાવે,(2)
યાદ કરું ઉપકાર માતાના,(2) મારી આંખે આંસુડા આવે.
-જગતમાંo
એક માતા જનમ દેનારી બીજી ધરતી માતા કહાવે (2)
પુરુષોતમ કહે અંતે સૌને,(2) મીઠી ગોદમાં સમાવે.
-જગતમાંo