શુક્રવાર, 23 નવેમ્બર, 2012

ખોડલ કરુણાની ભંડાર



ખોડલ કરુણાની ભંડાર ખોડલ માત જાગે છે,
એ માની ગળધરાની ભાઈ ડાક વાગે છે.
                                                                               - ખોડલo
હે દેવી ભક્તોને કરુણાની ભંડાર લાગે છે,
દેવી કેવી અસુરોને કાળજાળ લાગે છે.
                                                                               - ખોડલo
એ દેવી ભક્તો ઉપર કેવી મેર કરે છે,
એવી દાનવને માથે કાળો કેર કરે છે.
                                                                               - ખોડલo
માને હાકોટે ડાકણ ને ભૂતપ્રેત ભાગે છે,
માના દર્શનથી ભક્તોના ભાગ્ય જાગે છે.
                                                                               - ખોડલo
સંકટ વેળાએ ખોડલ વેલી વાર કરે છે,
સાચા સેવકનો દેવી બેડો પાર કરે છે.
                                                                               - ખોડલo
માતા છોરુના રૂડા રખવાળા કરે છે,
ચૌદ બ્રહ્માંડે માડીની ચોકી ફરે છે.
                                                                               - ખોડલo
કેવી ખપરાળી ખોડલની હાક વાગે છે,
શ્યામ છોરુને માવલડી વાલી લાગે છે.
                                                                               - ખોડલo

બહુ કનડે છે કાનો



બહુ કનડે છે કાનો રે માતાજી તારો !
બહુ કનડે છે કાનો.

સુતેલા છોકરાને જઈને જગાડે, (૨)
ચીટીયા ભરે છાનોમાનો રે માતાજીo

માણસ દેખીને મારી કરે છે મશ્કરી (૨)
નથી હવે કાઈ નાનો રે માતાજીo

મહી માખણ તો ચોરે છીકેથી,(૨)
એવો શું સ્વભાવ છે એનો રે માતાજીo

શું કરીએ માત આવે શરમ તમારી, (૨)
નહીત્તર નથી માણસ કઈ સારો  રે માતાજીo

દાસ સવો કહે જરા વારો જશોદા મૈયા,(૨)
એને બોધ ન લાગે બીજાનો  રે માતાજીo

બુધવાર, 5 સપ્ટેમ્બર, 2012

રવિવાર, 24 જૂન, 2012

શાળા પ્રવેશોત્સવ વર્ષ ૨૦૧૨

ઉપસ્થિત અતિથી વિશેષ શ્રી.
પહેલા ધોરણ ના વિદ્યાર્થીઓને સ્કુલ કીટ આપીને
પ્રવેશ કરાવ્યો.
માનનીય મહેમાન શ્રીના હસ્તે ઇનામ વિતરણ

શાળાના દાતા શ્રી કાળુભાઈ પદમાણી નું શિક્ષક શ્રી
દ્વારા સન્માન
.

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું વક્તવ્ય ગ્રામજનો અને
અધિકારી ગણ દ્વારા નિહાળવામાં આવ્યું.

ધોરણ ૫ ના વિદ્યાર્થીઓ દ્વારા 'જય સોમનાથ' ગીતના
શબ્દો પર અભીનય.

ધોરણ ૨ ના વિદ્યાર્થીઓ દ્વારા 'ઇન્સાફ કી ડગર પે' દેશભક્તિ
ગીત પર અભીનય.

શાળામાં શ્રી કેશુભાઈ પટેલ દ્વારા રૂપિયા ૨૫૦૦ નું રોકડ
દાન સ્વીકારતા આચાર્યા બેન શ્રી.

બુધવાર, 2 મે, 2012

Hello Sun ! Hello Sun !

Hello Sun ! Hello Sun !
Where are you ?
Hello Dear ! Hello Dear !
I am in the East.
Hello Sun ! Hello Sun !
Good Morning. Good Morning.
Good Morning Dear. (2)

Hello Sun ! Hello Sun !
Where are you ?
Hello Dear ! Hello Dear !
I am on your head.
Hello Sun ! Hello Sun !
Good Afternoon. Good Afternoon.
Good Afternoon Dear. (2)

Hello Sun ! Hello Sun !
Where are you ?
Hello Dear ! Hello Dear !
I am in the west.
Hello Sun ! Hello Sun !
Good Evening. Good Evening.
Good Evening Dear. (2)

Hello Sun ! Hello Sun !
Where are you ?
Hello Dear ! Hello Dear !
I am at my home.
Hello Sun ! Hello Sun !
Good Night. Bye Bye.
Good Night. Bye Bye. (2)

- Vala Pratik

રવિવાર, 19 ફેબ્રુઆરી, 2012

સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા


સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા,
નથી મફતમાં મળતા રે એના મૂલ ચૂકવવા પડતાં.
                                  સંતને સંતપણા રે...

ભરી બજારે કોઈ વેચાણા. કોઈ તેલ કડામાં બળતા (૨)
કાયા કાપી કાંટે તોળી કોઈ હેમાળો ગળતા.
                                  સંતને સંતપણા રે...

કરવત મેલી માથા વેર્યાને કાળજા કાપીને ધરતા (૨)
ઝેર પીધાં ને જેલું ભોગવી સાધુડા સુળીએ ચડતા.
                                  સંતને સંતપણા રે...

પ્યારા પુત્રનું મસ્તક ખાંડીને ભોગ સાધુને ધરતા (૨)
ઘરની નારી દાનમાં દેતાં, જેના દિલ જરી નવ ડરતા.
                                  સંતને સંતપણા રે...

પર દુઃખેરે જેનો આતમ દુઃખીયો રુદિયો જેના રડતાં (૨)
માન મોહને મમતા ત્યાગી જઈને બ્રહ્મમાં ભળતા.
                                  સંતને સંતપણા રે...

ગુરુ પ્રતાપે ભણે પુરુષોતમ જેના ચોપડે નામ ચડતા (૨)
એવા સંતને ભજતા જીવડાં ભવના બંધન ટળતા.
                                  સંતને સંતપણા રે...

આવકારો મીઠો આપજે રે



એજી તારા આંગણીયા પૂછીને જે કોઈ આવે રે.
                           આવકારો મીઠો આપજે રે.
એજી તારે કાને રે સંકટ કોઈ સંભળાવે રે,
                           બને તો થોડું કાપજે રે...

માનવીની પાસે કોઈ માનવી ન આવે રે.
એજી તારા દિવસની પાસે રે દુખિયા આવે રે.
                           આવકારો મીઠો...

કેમ તમે આવ્યા છો ? એમ નવ કહેજે રે.
એજી એને માથું રે હલાવી હોંકારો તું દેજે રે.
                           આવકારો મીઠો...

‘કાગ’ એને પાણી પાજે, સાથે બેસી ખાજે રે,
એજી એને ઝાંપા રે સુધી તું મેલવા જાજે રે.
                           આવકારો મીઠો...

ભાવે ભજીલ્યો ભગવાન


તમે ભાવે ભજીલ્યો ભગવાન જીવન થોડું રહ્યું.
કંઈક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું.

એને દીધેલ કોલ તમે ભૂલી ગયા,
જુઠી માયાને મોહમાં ઘેલા થયા.
         ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન. જીવન થોડું રહ્યું...

બાળપણને જુવાનીમાં અડધું ગયું.
નથી ભક્તિના મારગમાં ડગલું ભર્યું.
         હવે બાકી છે તેમાં દયો ધ્યાન. જીવન થોડું રહ્યું...

પછી ઘડપણમાં શંકર ભજાશે નહિ,
લોભ વૈભવ ને ધનને તજાશે નહિ.
         બનો આજથી પ્રભુમાં મસ્તાન. જીવન થોડું રહ્યું...

જરા ચેતીને ભક્તિનું ભાતું ભરો,
કઈંક ડર તો પ્રભુજીનો દિલમાં ધરો,
         છીએ થોડા દિવસના મહેમાન. જીવન થોડું રહ્યું...

પછી આળસમાં દીન બધા વીતી જાશે,
પછી ઓચિંતું યમનું તેડું થશે,
         નહિ ચાલે તમારું તોફાન. જીવન થોડું રહ્યું...

આ બંગલાનો બાંધનાર કેવો


આ બંગલાનો બાંધનાર કેવો..આ બંગલો કોણે બનાવ્યો
લોઢું નથી આમાં લાકડું નથી રે, નથી ખીલા નથી ખીલી ...આ બંગલો...
ઇંટો નથી આમાં ચૂનો નથી રે, નથી સિમેન્ટ નથી રેતી ...આ બંગલો...

આરે બંગલામાં દશ દરવાજા, નવસો નવાણું છે નાડી આ ...
કડિયા કારીગરની કારીગરી કેવી, પાણીની બાંધી હવેલી ...આ બંગલો...
બંગલો બનાવી જીવાભાઇને પધરાવ્યા નથી દેતાં કાંઈ ભાડું ...આ બંગલો...

નટવર શેઠની નોટીસો આવી, અમારાં ચોપડામાં નામું...આ બંગલો ખાલી કરવાનો
ઉઠો જીવાભાઈ જમડા બોલાવે, માલિકની ખૂટી મહેરબાની...આ બંગલો...
બુદ્ધિ શેઠાણી શેઠને સમજાવે, હવે સમજો તો કાંઇક સારું...આ બંગલો...

પાછું વળીને શું જુઓ છો જીવાભાઈ ખૂટી મહેરબાની...આ બંગલો...
જીવલડો ડરીને ગયો પ્રભુ શરણે, તારશે પ્રેમ નગરવાળો...આ બંગલો...

રવિવાર, 5 ફેબ્રુઆરી, 2012

આચાર્યની ભરતી


  • પ્રાથમિક શાળાઓમાં કરવામાં આવતી ભરતી માટે ૫ વર્ષનો અનુભવ જરૂરી છે. જેની વિશેષ માહિતી લેવા અહીં ક્લિક કરો.
  • આ ભરતી પ્રક્રિયા માટે મુખ્ય શિક્ષક માટેની અભિયોગ્યતા કસોટી પાસ કરવી પડશે જેના પ્રશ્નપત્રના માળખાની માહિતી જાણવા અહી ક્લિક કરો.


શુક્રવાર, 27 જાન્યુઆરી, 2012

ચારણકન્યા

શ્રી ઝવેરચંદ મેઘાણી
કવિ શ્રી દુલા ભાયા કાગ
   

ચારણકન્યા

ચારણકન્યાના પિતા

ચારણકન્યાની માતા












  
સિંહ
વાછરડું



મથુરામાં વાગે મોરલી


જય સોમનાથ


આજ રાધા કો શ્યામ યાદ આ ગયા


ઐસા દેશ હૈ મેરા


રાણી લક્ષ્મીબાઈ


સરદાર વલ્લભભાઈ પટેલ


શહીદ-એ-આઝમ ભગતસિંહ


ઇન્સાફ કી ડગર પે બચ્ચો દિખાઓ ચલકે